મુંબઈ : સૈફ અલી ખાન અને ભૂતપૂર્વ પત્ની અમૃતા સિંહ બે બાળકો સારા અને ઇબ્રાહિમ અલી ખાનના માતાપિતા છે. હાલમાં સારા અને ઇબ્રાહિમ યુવાનોમાં બહુ લોકપ્રિય છે. સારાએ કેદારનાથ અને સિમ્બા જેવી ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા.
10 એપ્રિલે World Sibling Day હતો અને આ દિવસનું સેલિબ્રેશન કરવા માટે સારાએ પોતાના ભાઈ ઇબ્રાહિમ સાથેની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીર સાથે તેણે મેસેજ લખ્યો હતો કે “Happy World Siblings Day to my not so little brother #brotherandsister #bestbro #rock #alwaysandforever.” આ તસવીરમાં સારા અને ઇબ્રાહિમ સુપરક્યુટ લાગે છે.
ઇબ્રાહિમ વયસ્ક થઈને બિલકુલ પિતા સૈફ અલી ખાન જેવો લાગે છે. સૈફે જ્યારે બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી ત્યારે તે જેવો લાગતો હતો એવો જ ઇબ્રાહિમ અત્યારે લાગે છે. કરિયરની વાત કરીએ તો સારા હવે ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીની 2009માં આવેલી હિટ ફિલ્મ 'Love Aaj Kal'ની સિક્વલમાં કાર્તિક આર્યન સાથે જોવા મળશે. મૂળ ફિલ્મમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની જોડી હતી અને હવે સિક્વલમાં સારા અલી ખાન તેમજ દીપિકા પાદુકોણ જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે